Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઇ, જાણો શું છે સમગ્ર મામલો..?

ગુજરતમાં ભરૂચ જિલ્લો ચો તરફથી ઈન્ડસ્ટ્રીઝથી ધમધમતો જિલ્લો છે ત્યારે મોટી મોટી કંપનીઓમાં રોજ બેરોજ આગ લાગવાના બનાવ બની રહ્યા છે

ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઇ, જાણો શું છે સમગ્ર મામલો..?
X

ગુજરતમાં ભરૂચ જિલ્લો ચો તરફથી ઈન્ડસ્ટ્રીઝથી ધમધમતો જિલ્લો છે ત્યારે મોટી મોટી કંપનીઓમાં રોજ બેરોજ આગ લાગવાના બનાવ બની રહ્યા છે ઈન્ડસ્ટ્રીઝ જ નહિ પરંતુ મોટી મોટી હોસ્પિટલોમાં પણ આગના કેટલાય બનાવ બની ચૂક્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ફાયર એનઓસી ફરજિયાતપણે પોતાના સ્થળ પર રાખવા અપીલ કરી છે ત્યારે લોકો હજુ પણ ગુજરાત સરકારની વાત પર ધ્યાન આપી રહ્યા નથી.

ગુજરાતમાં ફાયર સેફટી વગરના એકમો ધમધમી રહ્યા છે. સુરતમાં તક્ષશીલા અગ્નીકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના સહિત ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ પણ તંત્રને લાલઆંખ દેખાડી હતી અને કહ્યું હતું કે સોગંધનામાં રજૂ કર્યા બાદ ફાયરસેફ્ટી NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવા તંત્રએ કોર્ટને બાહેંધરી આપી હતી. પણ યોગ્ય કાર્યવાહી ન કરતાં હવે હાઈકોર્ટે તંત્ર અને સરકારને લાલ આંખ દેખાડી છે. ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેફરલ હોસ્પિટલ ને ફાયર noc ન હોવાના કારણે નગરપાલિકા ચીફ ઓફિસર અને ફાયરના માણસો દ્વારા સ્થળ પર જઇ opd સિવાયની હોસ્પિટલની બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી.

Next Story