ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

New Update
ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

ભરૂચના જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ભરૂચના જંબુસર ટંકારી બંદર પ્રાથમિક કુમાર શાળામાં 222 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું બિલ્ડીંગમાં જર્જરિત થતા બાળકોએ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.જંબુસર તાલુકાના ટંકારી બંદર કુમાર પ્રાથમિક શાળા 1856માં બનાવવામાં આવી હતી ત્યારબાદ કોઈપણ જાતનું સમારકામ કરવામાં ન આવતા સ્કૂલની ઇમારત જર્જરીત થઈ ગઈ છે. આ શાળામાં એક થી આઠ ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે બાળકો ભયના ઓથા હેઠળ ભણી રહ્યા છે.એક તરફ સરકાર બાળકોને સ્કૂલે મોકલવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે અને કહે છે કે "પઢેગા ઇન્ડિયા તો આગે ભઢેગા ઇન્ડિયા"પરંતુ જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 222 વિદ્યાર્થીઓ પોતાનું ભાવી અંધકારમય થવા જઈ રહ્યું છે.જર્જરીત સ્કૂલની ઈમારતના કારણે બાળકોએ ઝાડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે.આ બાળકોના ટંકારી બંદર ગામના વતની અને માજી ધારાસભ્ય સંજય સોલંકીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી વહેલી તકે સ્કૂલનું નવીનીકરણ કરવામાં આવે તે બાબતે રજુઆત કરી છે તો વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાનું ભવિષ્ય ઉજ્વળ બને તે માટે નવી શાળાની માંગ કરી છે.

Latest Stories