/connect-gujarat/media/post_banners/3040775e9b3cde747d6c0939d9ec5bb559f82b27eb1a5ab7462a52fc59a6952e.jpg)
ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 5ના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે નાગર સેવા સદનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો
ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે વોર્ડ નંબર છના ભુતફળીયા વિસ્તારના રહીશો તેમજ વોર્ડ નંબર 5 ના આંબેડકર વિસ્તારના રહીશો પોતાના વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડ અને પીવાના પાણીની સમસ્યાથી છેલ્લા કેટલા મહિનાઓથી હેરાન થતા હોય તેનાથી કંટાળીને મોટી સંખ્યામાં જંબુસર નગરપાલિકા ખાતે ઘસી આવી ચીફ ઓફિસર સહિત ઉપસ્થિત તમામ નગરપાલિકા સભ્યોને ઉગ્ર રજૂઆત કરી હતી પરિણામે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ વિસ્તારના નગરજનોને સમસ્યા હલ થશે એવી હૈયા ધારણા આપી હતી