લોકસભા ચૂંટણી પહેલા વિકાસના કામો
ભરૂચના ભોલાવ વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ
વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતર્મુહુત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
રૂ.1.54 કરોડના પ્રકલ્પોની લોકોને ભેટ
ભરુચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં 1.54 કરોડના વિવિધ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનાં હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂર્વે ઠેર ઠેર વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ અલકનંદા સોસાયટી કોમન પ્લોટ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીમાં 1.54 કરોડના 23 જેટલાં કામોનું લોકાર્પણ અને પાંચ જેટલાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,ભોલાવના સરપંચ,ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.આ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હજી ત્રણ સોસાયટીમાં રસ્તા અને પીવાના પાણી સમસ્યા છે તેને ટૂંક સમયમાં હલ કરવાની ધારાસભ્યએ રહીશોને ખાતરી આપી હતી.