Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયામાંથી રૂ. 72 હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ કરી બુટલેગરની ધરપકડ

ઝઘડીયા ટાઉનમાંથી રૂપિયા 72 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : ઝઘડીયામાંથી રૂ. 72 હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ કરી બુટલેગરની ધરપકડ
X

ભરૂચ એલસીબી દ્વારા ઝઘડીયા ટાઉનમાંથી રૂપિયા 72 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડીયા ટાઉનમાં તથા આજુબાજુના કેટલાક ગામોમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા એલસીબી ટીમ જિલ્લા એલસીબી પીઆઇની સુચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા ઝઘડીયા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ઝઘડીયા ટાઉન વિસ્તારમાં હનુમાન ફળિયામાં રહેતો એક બુટલેગર ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં રાખી ત્યાં સ્થળ પર હાજર છે. જેવી બાતમીના આધારે જિલ્લા એલસીબી ટીમે બુટલેગરના ઘર પાસે ખુલ્લા મેદાનમાં છાપો મારતા બુટલેગર સ્થળ પર હાજર હોય જેને ઝડપી લીધો હતો. સાથે જ બુટલેગરના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. એલસીબી દ્વારા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ 723 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 72,300 જેટલી થાય છે. ઝડપાયેલ બુટલેગરની પૂછતાછ કરતા તેણે આ પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા લાવેલ હોવાનું જણાવ્યું હતું.

Next Story