ભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી

New Update
ભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી

ભરૂચ એલસીબી પોલીસે તિરંગા હોટલથી ઉછાલી ગામ જવાના માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસની ઓરડીમાંથી રૂપિયા 48 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર હાઈવે ઉપર સ્થિત તિરંગા હોટલથી ઉછાલી ગામ જવાના માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસના ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 48 હજારના મુદ્દામાલ સાથે મૂળ સુરત અને હાલ ફાર્મ હાઉસ ખાતે રહેતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ જથ્થો 2 કલાક માટે માંડવા ગામનો બુટલેગર તેની પાસે મુકી ગયો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ઝડપાયેલ ઈસમને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને હવાલે કરી અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.