ભરૂચ : વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું

વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

New Update
ભરૂચ : વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું

ભરૂચ જિલ્લાના વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર રાત્રીના અરસામાં અજાણ્યા વાહન ચાલકે દીપડા ને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વાલીયા માંગરોળ રોડ ઉપર મેરા ગામની નજીક મુખ્ય માર્ગ પર ગાડીની ટક્કરથી રસ્તા પર મૃત પડેલ હાલતમાં દીપડો દેખાતા સ્થાનિકો દ્વારા વનવિભાગને ઘટનાની જાણ કરતા જંગલ ખાતાના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાનો કબજો મેળવી ક્યાં કારણસર દીપડાનું મોત થયું છે, તે બાબતની આગળની તપાસ હાથ ધરી હતી.