ભરૂચ : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા વિવિધ સ્થળે યોજાયા મેડિકલ ચેકઅપ કેમ્પ

ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા આજરોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા વિવિધ સ્થળે યોજાયા મેડિકલ ચેકઅપ કેમ્પ
New Update

ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા આજરોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજી વિનામુલ્યે લોકોને સેવા આપવામાં આવી હતી.

તા. 7 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 19 જેટલી 108 એમ્બ્યુલન્સ તેના 80 જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર 365 દિવસ માનવજીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે, એ પણ બાબત નોંધનીય છે કે, હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.

લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે તમામ સ્થળે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનું બ્લડ-પ્રેશર, સુગર તેમજ બીજી કોઈપણ તકલીફ હોય તે અંગેની આરોગ્ય ચકાસણી 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી. આ બાબતની માહિતી ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર દ્વારા આપવામાં આવી હતી.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #celebration #Ambulance #108 ફૂટ લાંબી ધૂપસળી #service #emergency #WorldHealthDay #MedicalCheckupCamp #FreeTreatment
Here are a few more articles:
Read the Next Article