Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ટ્રાફિક, ગંદકીના પ્રશ્નના નિરાકરણ માટે નગર સેવા સદન ખાતે બેઠકનું કરવામાં આવ્યું આયોજનપાલિકા, જનતા અને વેપારીઓ વચ્ચે બેઠક મળી

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

X

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પરના ટ્રાફિકની સમસ્યાને દુર કરવા તેમજ સફાઇ સહિતના મુદ્દાઓને લઇને ટ્રેઇની કલેક્ટર કલ્પેશ શર્માની અધ્યક્ષતામાં ભરૂચ નગરપાલિકા ખાતે વેપારીઓ સાથે ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં દુકાનદારોને તેમની દુકાનો સામે થતાં આડેધડ પાર્કિંગને રોકવા સૂચન કરાયું હતું. ઉપરાંત શહેરના વિવિધ કચરા પેટીઓ પાસે આડેધડ કચરો ઠાલવતા લોકોને દંડ ફટકારવામાં આવશે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી દુકાનોના સંચાલકો સાથે મંગળવારે નગરપાલિકાના સભાખંડમાં ટ્રેઇની કલેક્ટર કલ્પેશ શર્માની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજવામાં આવી હતી.જેમાં પાલિકાના કમલેશ ગૌસ્વામી તેમજ સલીમ મોહન પણ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સ્ટેશન રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિકને લઇને ખાસ ચર્ચા કરાઇ હતી. જેમાં દરેક વેપારીઓને તેમની દુકાનની સામે કોઇ પણ વ્યક્તિ આવીને આડેધડ પાર્કિંગ ન કરે તેની તકેદારી રાખવા સુચવ્યું હતું. ઉપરાંત રોડ પર દબાણ ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચના આપી હતી.

Next Story