ભરૂચ: રોટરી કલબ દ્વારા મેગા મેડિકલ સર્જીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરમાં નિર્માણ પામી રહેલ સીટી સેન્ટર ખાતે મેગા મેડિકલ સર્જીક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ભરૂચ દ્વારા આજરોજ એક મેગા મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન નિર્માણ ધીન સીટી સેન્ટર બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું..આ મેગા મેડિકલ અને સર્જીકલ કેમ્પને રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કેમ્પમાં રોટરી કલબ દ્વારા 214 ડોક્ટરો સાથે સંકલન કરી શહેરની જનતાને એક જ સ્થળે દરેક રોગોથી માહિતગાર અને રોગોના નિદાનની સાથે મફત દવા અને જરૂર પડેતો નાની સર્જરી સાથે નગરપાલિકા સંચાલિત શાળા ના હજારો વિદ્યાર્થીઓને ન્યુત્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા, રોટરી ડિસ્ટ્રીક ગવર્નર સંતોષ પ્રધાન,રોટરી પ્રમુખ ડો વિક્રમપ્રેમ કુમાર,અનિષ પરીખ,રચના પોદાર,સીટી સેન્ટરના કિરણ મજબુદાર સહિતના રોટરીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories