Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માજી મહેસૂલ મંત્રીના પુત્ર સહિત 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

X

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભાજપાનો સ્નેહ મિલન કાર્યક્રમ મંત્રી પુર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં માજી મહેસૂલ મંત્રીના પુત્ર સહિત 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્વેશ મોદીના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે પ્રદેશ સહપ્રભારી સુઘીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી કે વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત સ્નેહ મિલન મિલન સમારંભમાં 100થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં માજી મહેસુલ મંત્રી સ્વર્ગસ્થ હરિસિંહ મહિડાના પુત્ર મહેન્દ્ર હરિસિંહ મહિડા, ગણેશ સુગરના ડિરેકટર તેમજ માજી ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ હરિસિંહ મહિડા, રાજેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ મહિડા સહિતના 100થી વધુ કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનક બગદાણા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણસિંહ રણા, અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, માજી. પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા સહિત જિલ્લાના આગેવાનો તેમજ કાર્યકરાઓ હાજર રહ્યા હતા.

Next Story
Share it