Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલ સંદર્ભમાં પાલિકાનું ચેકિંગ

X

ભરૂચ નગરપાલિકાએ ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુંકકલ સંદર્ભમાં પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું...

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં અવકાશી યુદ્ધના પર્વમાં કેટલાયે લોકો અને અબોલ પશુ પક્ષીઓ પતંગની ધારદાર દોરી ઘાયલ થવા સાથે મોતને પણ ભેટતા હોય છે..જેમાં મોટે ભાગે ચાઈનીઝ દોરી વધુ ઘાતક સાબિત થતી રહી છે.તો તુકકલના કારણે આગના પણ બનાવો બનતા હોય છે.જેથી આ બંને વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.તેમ છતાં આ ચીજવસ્તુઓનું કેટલાક વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગ ની દુકાનોમાં તપાસ કરવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન કઈ વાંધા જનક મળ્યું ન હતું, દુકાન માંથી જો ચાઈનીઝ દોરી કે તુકકલ ઝડપાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી..

Next Story