ભરૂચ: ભયજનક સપાટીથી નર્મદા નદીનું જળ સ્તર 2 ફૂટ ઉપર, નદી બે કાંઠે વહેતી થઈ

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું

New Update
ભરૂચ: ભયજનક સપાટીથી નર્મદા નદીનું જળ સ્તર 2 ફૂટ ઉપર, નદી બે કાંઠે વહેતી થઈ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisment

મધ્ય પ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જારી કર્યું હતું ત્યારે આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.

ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટીથી બે ફૂટ ઉપર વધી હતી ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે જેને પગલે ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પુરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્કયુ ટીમ,સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ,સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે અત્યાર સુધી જીલ્લામાં 870 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisment
Latest Stories