ભરૂચ: રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું, વિવિધ કેસનો સ્થળ પર જ નિકાલ

ભરૂચ જિલ્લા કોર્ટ સંકૂલ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું, વિવિધ કેસનો સ્થળ પર જ નિકાલ

ભરૂચ જિલ્લા કોર્ટ સંકૂલ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરુચ ન્યાય સંકૂલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરજદારોને સાંભળી અને જે કેસોનો સ્થળ પર નિકાલ આવી શકે તેવા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એચ.એસ.વોરા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડલના સેક્રેટરી આશિષ પાંડે, ભરૂચના ચોથા એડિશનલ જેજે જી.ડી. યાદવ, એમ.એસ.સોની, બી.સી. ઠક્કર સહિતના જેજે તથા ધારાશાસ્ત્રીઓ અને અસીલો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories