/connect-gujarat/media/post_banners/ea79f46ae680a9dae5f77d35abb100666f3e6eb35e8ff4f2ae7972288d220068.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચઢે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એ.એ.ચૌધરી તથા પો.ઈન્સ. એમ.વી.તડવી નાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા હે.કો. ભાવસીંગભાઈ નગીનભાઈનાઓને મળેલ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી, આરોપીએ પોતાના કબજા ભોગવટના ઘરની પાછળ વાડામાં વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડ કુલ વજન 11.303 કિ.ગ્રા.ના મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ નેત્રંગ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવી વધુ તપાસ વાલીયા પોલીસ મથક ખાતે સોંપવામાં આવી છે.