/connect-gujarat/media/post_banners/f276de0ca2af031bbaa73bd4d37c2e19b21fbd9ddc7c5f0430d8fc0ba5c58074.jpg)
ભરૂચના ઐતિહાસિક વિસ્તાર ગણતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ મકાનોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવવામાં આવ્યા હતા.
ભરૂચના ઇનવ વ્હીલ ક્લબ, કંસાઈ નેરોલેક પેઇન્ટ તથા IIID સંસ્થાના સહયોગથી શહેરના ઐતિહાસિક વિસ્તાર ગણાતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ માકાનોને મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવમાં આવ્યા હતા. આ અવસરે મકાનોને રંગબેરંગી કલર કરીને મેઘધનુષી-ભરૂચ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ઇનર વ્હીલ ક્લબ ભરૂચ દ્વારા આવનાર સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મકાનોને રંગબેરંગી રંગોથી રંગીને મેઘધનુષી-ભરૂચ બનાવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ, પ્રોજેક્ટ ચેરમેન અને ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર, સુષ્મા અગ્રવાલ, નેરોલેક કંપનીના સભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.