Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હવે, તુલસીધામ શાક માર્કેટના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા સામે સ્થાનિકોનો વિરોધ...

ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે

X

ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે, ત્યારે આ મામલે આસપાસની સોસાયટીઓના સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી માર્કેટ શરૂ નહીં કરવા માંગ કરી હતી.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટના પથારાવાળા લારીઓવાળા માટે ફાળવવામાં આવેલ નવી જગ્યાની આસપાસની વિવિધ સોસાયટીઓના રહીશોએ નવા સ્થળે શાક માર્કેટ શરૂ કરવા સામે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે. સોસાયટીના રહીશોએ અહી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે તેમ જણાવી આ વિસ્તારમાં અનેક સ્કૂલ અને કોલેજ હોવાથી વિદ્યાર્થીઓને પણ અકસ્માતનો ડર રહેશે તેમ જણાવ્યુ હતૌ. આ ઉપરાંત અહીં ગંદકીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે, જેથી અહીં શાક માર્કેટ લાવવા સામેના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી હતી. તુલસીધામ શાક માર્કેટના વેપારીઓ અને સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર માટે હાલનો નિર્ણય લાગુ કરવો મુશ્કેલ બની રહ્યો છે, ત્યારે આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું.

Next Story