ભરૂચ : પશ્વિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને લોકોનું ન.પા.કચેરીએ વિરોધ પ્રદર્શન

પશ્ચિમ વિસ્તારના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્રતાપૂર્વક રજુઆત કરી હતી.

New Update
ભરૂચ : પશ્વિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને લોકોનું ન.પા.કચેરીએ વિરોધ પ્રદર્શન

ભરૂચના પશ્ચિમ વિસ્તારના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્રતાપૂર્વક રજુઆત કરી હતી.પાલિકા પ્રમુખે અટકી રહેલી આ કામગીરી આગામી દિવસો ચાલુ કરવાની ખાતરી આપતા અંતે મામલો સમેટાયો હતો.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10 માં ઘણા સમયથી માર્ગો અને ગટરની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે.જે છેલ્લા કેટલાક સમયથી બંધ રહેતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે અવાર નવાર રજુઆત કરવા સાથે રસ્તા રોકો આંદોલન પણ સ્થાનિક વેપારીઓ અને રહીશોએ કર્યા હતા તેમ છતાં હજુ પણ આ મુદ્દે કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આજે પુન:એકવાર વેપારી મંડળના અગ્રણીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને રહીશોએ નગર સેવા સદનની કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશો વેપારીઓ અને વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યુ હતું કે આગામી તારીખ 25મી માર્ચથી આ કામગીરી પુન:શરૂ કરી દેવામાં આવશે જેના પગલે મામલો સમેટાયો હતો.