Connect Gujarat
ભરૂચ

ભરુચ:વરસાદી પાણીના નિકાલની 28 કાંસ કચરાથી જામ,ન.પા. સાફ સફાઇનુ મુહૂર્ત ક્યારે કાઢશે?

ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે

X

ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે અને આ કામગીરી માર્ચ મહિનાથી શરૂ કરવાની હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકાની બેદરકારીના કારણે બે મહિના વિતવા છતાં અને ચોમાસાની ઋતુ નજીક આવવા છતા કાંસની સફાઈ કરવામાં ન આવતા વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

ભરૂચ શહેરમાં ૨૮ જેટલી વરસાદી કાંસો આવેલી છે અને આ કાંસની સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ દર ચોમાસાની ઋતુ પૂર્વે થતું હોય છે વરસાદી ઋતુમાં સોસાયટી વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકારના પરિપત્ર મુજબ ચોમાસાની ઋતુ પૂર્વે માર્ચ મહિનાથી ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસની સફાઈ કરવા અંગેનો પરિપત્ર છે પરંતુ આ પરિપત્રનુ પાલન ન થતું હોય તેઓ કિસ્સો સામે આવ્યો છે માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો પણ વીતી ગયો બે મહિના વિતવા છતાં પણ આજદિન સુધી ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાંસની સફાઈ માટે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પાસે મુહૂર્ત નીકળ્યું નથી અને ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી ૨૮ જેટલી કાંસ કચરાના ખડકલાથી ખદબદતી હતી અને કેટલીએ કાંસ જામ જોવા મળી રહી છે ત્યારે ભરૂચ નગર પાલિકા ચોમાસાની ઋતુ પૂર્વે કાંસોની સફાઈ કરાવે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે

આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે નગરપાલિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે નગરપાલિકાના અંધેર વહીવટના કારણે ભરૂચ નગરપાલિકાની ૨૮ જેટલી કાસો સફાઈ થી વંચિત રહી છે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ વહેલું આગમન કરે તેવી હવામાન વિભાગે આગાહી પણ કરી છે ત્યારે ભરૂચ નગરપાલિકાના વહીવટના કારણે ભરૂચ નગરપાલિકાની ૨૮ જેટલી કાંસો આજે જામ જોવા મળી રહી છે કાસો સફાઈ ન થતા સામાન્ય વરસાદમાં પણ ભરૂચના કેટલાક વિસ્તારોમાં ગટરનાં પ્રદૂષિત પાણી ફરી વળશે તો ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે

Next Story