Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શહેર અને જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતા સરકારની ગાઈડલાઈન અનુસાર સામાન્ય પ્રવાહનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ : શહેર અને જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
X

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ધોરણ 12ના વર્ગો શરૂ કરવાના નિર્ણયના પગલે ભરૂચ શહેર અને જિલ્લાની શાળાઓ નારાયણ વિદ્યાલય, એમિટી સ્કૂલ, રૂગતા વિદ્યાલય સહિતની શાળાઓમાં ઓફલાઇન પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સરકારની ગાઇડલાઇન મુજબ વિધાર્થીઓને થર્મલ સ્કેનિગ, હેન્ડ સેનેતાઈઝર તેમજ ફરજીયાત માસ્ક પહેરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રત્યક્ષ શિક્ષણ એટલે ઓફલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ ફેલાય જોવા મળ્યો હતો. કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતા રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ધોરણ 12નું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે.



નારાયણ વિદ્યાલયના ડો. ભગુભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવા અંગે જણાવતા કહ્યું હતું કે, કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતા સરકારની ગાઈડલાઈન અનુસાર સામાન્ય પ્રવાહનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ દરમિયાન સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સેનેટાઇઝર અને થર્મલગન દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. જોકે, લાંબાગાળા બાદ શાળાઓમાં ઓફલાઇન શરૂ થયેલ શૈક્ષણિક વર્ગોને લઇ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Story