ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે.

New Update
ભરૂચ:વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે.

પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા થતી શસ્ત્ર પૂજા કરવાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે, ત્યારે ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અસ્વ અને શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજન વિધિ દરમ્યાન જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જનતા પોલીસને સહયોગ આપે તેવી અપીલ કરી હતી.