ભરૂચ : રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા તવરાથી ઝનોર સુધી ભવ્ય બાઈક રેલી યોજાય…

આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા તવરાથી ઝનોર સુધી ભવ્ય બાઈક રેલી યોજાય…

આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આજે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનો જન્મોત્સવને લઇ સમગ્ર ભરૂચ જિલ્લામાં રામ જન્મોત્સવની વિવિધ સ્થળો પર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા તવરાથી ઝનોર ગામ સુધી બજરંગ દળના યુવકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નવા તવરા બસ સ્ટોપ પાસેથી ઝાડેશ્વર રામ જાનકી આશ્રમના મહંતે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરી હતી. નવા તવરા, જુના તવરા, શુકલતીર્થ, મંગલેશ્વર, નિકોરા, અંગારેશ્વર, ધર્મશાળા, સામલોદ, ડાભાલી, સિંધોડ અને કરમાલી થઈ બાઈક રેલી કરજણ ગામે પહોચી હતી, જ્યાં મહાઆરતી કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, ત્યારે સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: S.T.બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આયોજન કરાયુ

  • એસ.ટી.ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • ડેપોના કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

  • વિના મૂલ્યે દવાઓનું કરાયુ વિતરણ

Advertisment
અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસટી બસના ડ્રાઇવર કંડકટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ દરમિયાન વિનામૂલ્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories