છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું.
આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત રેલીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા ત્યારે આ બાઇક રેલી ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સાઈ મંદિરથી પ્રસ્થાન કરી રેલ્વે સ્ટેશન રોડ થઈ પાંચબત્તી, શક્તિનાથ, શ્રવણ ચોકડી થઈ અયોધ્યાનગર ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જોકે શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે માત્ર રેલી જ નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.