/connect-gujarat/media/post_banners/e2c6da33499ca1aeb5fcb565277841d5dc4b969b96affef5644def66b35d48ca.jpg)
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ના સ્લમ અને અન્ય વિસ્તારોમા સમયસર યોગ્ય સાફ સફાઈ થઈ રહી ન હતી જેથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું જેમાં સાફ સફાઈ કર્મચારીઓની બેદરકારી સામે આવાના આક્ષેપ સાથે વોર્ડના સભ્ય અને પાલિકા વિપક્ષ દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ તેમજ અન્ય વિપક્ષી સભ્યોએ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ વોર્ડની કામગીરી સામે નારાજગી દર્શાવી આગામી બે દિવસમા જો સફાઈ કામગીરીમા સુધારો નહીં કરવામાં આવે તો વોર્ડ ઓફિસને અને તે બાદ ભરૂચ નગરપાલિકાને તાળા બંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.ભરૂચ : વોર્ડ નબર 1મા સાફ સફાઈ થતી ન હોવાના વિપક્ષના આક્ષેપ,નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી