/connect-gujarat/media/post_banners/a06ff992725ec72de495fa2aced3cbacaa1f1daf315e9cdbb36a10c2ed49f958.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કોટ બારણા વિસ્તારમાં આવેલ પાણીની ઓવરહેડ ટાંકી જર્જરિત સ્થિતિમાં આવી જતાં તેને ઉતારી લેવા માટે વિપક્ષ નેતાએ પાલિકા તંત્રને રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કોટબારણા વિસ્તારમાં આવેલ પાણીની જૂની ઓવરહેડ ટાંકી છેલ્લા ઘણા સમયથી બિસ્માર આવસ્થામાં આવી ગઈ છે. આ પાણીની ટાંકીના છતના ભાગમાંથી મોટા પોપડા તેમજ અમુક ભાગ પણ વારંવાર તૂટીને નીચે પડતો હોય છે.
જેથી ટાંકીની નજીકમાં જ આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને રહેણાંક વિસ્તારના લોકોને ભય સતાવી રહ્યો છે.. જોકે, અકસ્માતે મોટી જાનહાનીની શક્યતાઓ સેવાઇ રહી છે, ત્યારે બિસ્માર અને અતિ જર્જરિત ટાંકી વહેલી તકે તોડી પાડવા અથવા અકસ્માત ન સર્જાય તેવી રીતે ઉતારી લેવા નગરપાલિકા ચીફ ઓફીસરને પાલિકા વિપક્ષ નેતાએ રજૂઆત કરી હતી.