/connect-gujarat/media/post_banners/9da884642d88b957fe6433a3edf9c1f9cb509dbfb72ba679b7bbc12858eed553.jpg)
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા તથા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તરીકેનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા મંગળવારના રોજ શહેરના વોર્ડ નં. 4માં આવેલી જુની મામલતદાર ઓફીસ સામેના વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મંત્રી દિવ્યેશ પટેલ તથા મહિલા મોરચા પ્રમુખ અંબા પરીખ સહિત મોરચાની બહેનો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.