Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પી.એમ.મોદીનું મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સંબોધન લોકોએ સાંભળ્યુ

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચમાં 2 સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો

રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશવાસીઓએ પી.એમ.મોદીનું સંબોધન સાંભળ્યુ હતું ત્યારે ભરૂચમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ ત્રિ મુર્તિ હોલ નજીક નારાયણ સ્ટેટ ખાતે મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા,કેતન ભાલોદવાલા સહિતના આગેવાનો અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત ભોલાવ-1 તાલુકા પંચાયત બેઠકનો પણ મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું છે કે આપણે ઘણા દિવસો યાદ કરીએ છીએ અને ઉજવણી કરીએ છીએ. ઘરે યુવાન પુત્ર અને પુત્રી હોય તો તમને આખા વર્ષના દરેક દિવસની યાદી જણાવી દેશે. વધુ એક દિવસ એવો છે જે દરેકને યાદ રાખવો જોઈએ.પી.એમ.મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી તેમનું ધ્યાન નદીઓના મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર હતું. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીનું જે ગૌરવ હતું તે જ ગૌરવ આજે યુવા પેઢી ખાદીને આપી રહી છે.સાથે એમ પણ કહ્યું કે મારી ભેટોની હરાજીમાંથી મળનારા રૂપિયા નમામી ગંગા મિશનને આપવામાં આવશે.

Next Story