/connect-gujarat/media/post_banners/913893b384925886ec39e4130a22d609a0fae3febd5f506eb54c48cc11a53f4c.jpg)
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી. પોલીસની કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે, ત્યારથી જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહનચાલકો સીટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે. જેથી શહેરમાં ટ્રાફીક ભારણ વધ્યું છે, ત્યારે શહેરમાં વાહનચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા ટ્રાફિક પણ વધતો હતો. જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા શહેર એ, બી અને સી’ ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન ડિટેઈનની કામગીરી કરવા આદેશ આપ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પાલિકાની મદદ મેળવી શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાએ 2 અલગ અલગ ટીમો બનાવી, એક ટીમ બિટીઈ મીલથી લઈને રેલ્વે સ્ટેશન સુધીના દબાણો તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે ભરૂચ પોલીસની કામગીરી દરમ્યાન અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ કામગીરી આગામી એક સપ્તાહ સુધી ચાલશે, જેથી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.