Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ

આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો

ભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ
X

ભરૂચ જીલ્લાના આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો હતો. તો બીજી તરફ, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ આછોદ ગામ ખાતે કાર્યકરો સાથે “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો હતો.આમોદ પોલીસ મથક ખાતે આજ રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતના ૧૦૦માં કાર્યક્રમ માટે આમોદ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જી.આર.ડી., જવાનો સાથે ટીવી સ્ક્રીન ઉપર મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ સાથે ભાજપ યુવા મોરચાના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં થઈ રહેલા સકારાત્મક કાર્યોની મન કી બાતમાં સમાવેશ કરતા દેશવાસીઓને પણ એક પ્રેરણા મળી રહે છે. આ ઉપરાંત આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પણ કાર્યકરો સાથે મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં હિંદુ સહીત મુસ્લિમ સમાજના સૌ કાર્યકરો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story