/connect-gujarat/media/post_banners/d6e3d3c92a2031e910d1a7dbb477fc5c06222344627ec4142f444a4cf1e3f5b0.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વીજચોરી ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું.. વીજ કંપનીની ટીમોએ 35 જેટલા જોડાણોમાં વીજચોરી ઝડપી પાડી કસુરવારોને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જંબુસરમાં બુધવારે મળસ્કે વીજ કંપનીની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. નગરના કાવા ,ભાગોળ,પાથણી ભાગોળ સહિતના વિસ્તારોમાં મળસ્કે લોકો ઉંઘી રહયાં હતાં તે સમયે જ વીજીલન્સની ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. સુરત, વલસાડ અને ભરૂચના અધિકારીઓ તથા કર્મચારીઓની બનેલી ટીમોએ વીજ જોડાણોમાં તપાસ કરી હતી. 35 જેટલા વીજ કનેક્શનનો ઝડપી 5 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની કડક કાર્યવાહીના પગલે વીજચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાય છે.