ભરૂચ : જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે પાલિકા વિરુદ્ધ ધરણાં પ્રદર્શન યોજાયા...

જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update
ભરૂચ : જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે પાલિકા વિરુદ્ધ ધરણાં પ્રદર્શન યોજાયા...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા નગરજનોને પીવાનું મીઠું પાણી આપવામાં આવતું નથી. એટલું જ નહીં, ઠેર ઠેર ઉભરાતી ગટર તેમજ સ્ટ્રીટ લાઈટનો અભાવ સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જોકે, તંત્રને સ્થાનિકોની વારંવાર રજૂઆતો ને આવેદન પત્ર આપવામાં આવ્યા છતાં પરિસ્થિતી યથાવત રહેતા જંબુસર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર બહાર ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં જંબુસર નગરપાલિકા દ્વારા વીજ બિલની ભરપાઈ કરવામાં ન આવતા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો. આ સાથે જ જંબુસર નગરપાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાનું પણ વિરોધ પક્ષે જણાવ્યુ હતું.