/connect-gujarat/media/post_banners/ca81b2a3cc2f0a5d0ece157bb6ef24b813064867cdfb652252e31ee21f959cca.jpg)
ભરૂચમા મુખ્યમંત્રીને આવકારવાના થનગનાટ વચ્ચે વોર્ડ નંબર 5માં આવેલ કસક વિસ્તારમાં ઉભરતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી રહીશોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચમા એક તરફ કોલેજ રોડ મુખ્ય મંત્રીને આવકારવા માટે સ્વચ્છ અને સુંદર બનાવી શણગારવામા આવી રહ્યો છેતો બીજી બાજુ વોર્ડ નંબર 5ના કસક પાસે આવેલ ગુરૂદ્વારા પાસેના વિસ્તારમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. ઉભરાતી કચરા પેટી અને ગટરોથી રહીશોમાં રોગચાળાની દહેશત પ્રસરી જવા પામી છે.પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે.વારંવાર ગંદકી બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર આવીને જતા રહેતાં હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. સમસ્યાના નિવારણ માટે કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાનું આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્ર જાગે અને ખરા અર્થમાં સમસ્યાના નિવારણ માટે કાર્ય કરે તે આવશ્યક છે.