Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...

સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા

X

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાંથી 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નદી કાંઠા વિસ્તારના વિવિધ ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત કરવામાં આવી હતી.

તેવામાં બપોર બાદ સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નદી કાંઠા વિસ્તારના વિવિધ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત માછીમારોને પણ નદીમાં પટમાં જઈ માછીમારી નહીં કરવા સૂચન કરાયું છે. સાથે જ સ્થાળાંતર કરવા પાત્ર વ્યક્તિઓ કે, ઢોર-ઢાંખર અંગે અગમચેતીના પગલા ભરવા તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થતાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચન કર્યું હતું.

Next Story