ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ, પોલીસે ફિલ્મી ઢબે લૂંટારુઓને ઝડપી પાડ્યા

હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ રહેલ છ લૂંટારુને હાસોટ પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ, પોલીસે ફિલ્મી ઢબે લૂંટારુઓને ઝડપી પાડ્યા

હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ રહેલ છ લૂંટારુને હાસોટ પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

હાસોટ તાલુકાના ઇલાવ ગામે રહેતા અને વેપાર કરી જીવન નિર્વાહ કરતા વેપારી લાડુમલ શાહ અને તેઓના પત્ની ગત રાતે સુતા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેઓના મકાનના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વેપારીને માર માર્યો હતો આ બાદ ઘરમાં રહેલ સોનાની ચેન,સોનાની બુટ્ટી, વીંટી તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ અંગે વેપારીના પુત્ર વિજય શાહ અને મહાવીર શાહ અંકલેશ્વર ખાતે રહેતા હોય તેઓને જાણ કરાતા તેઓ રાત્રિના સમયે અંકલેશ્વરથી ઇલાવ આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં ઇકો કારમાં કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવી હતી આથી તેઓએ હાંસોટ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાંસોટ ખાતે નાકાબંધી કરી અને બાતમી વાળી ઇકો કારને રોકી તેમાં તપાસ કરતા છ ઈસમો મળી આવ્યા હતા પોલીસે તેઓની તલાસી કરતા તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે 6 ઇસમોને અટકાયત કરી તેઓ અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.