/connect-gujarat/media/post_banners/044796e96b2a88943ebe27bd895801704c832b05bb91bf87d7721bb877b72071.jpg)
ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકરનાથ ઠાકુર કલાભવન ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન રજૂ કરાયેલ આદિવાસી નૃત્યએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે અન્ન અને પુરવઠા સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.