/connect-gujarat/media/post_banners/d203b8b1cbbf8ce43b8576f6416c8483d54ca5d3daa346ac30da0b10bb040c05.jpg)
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે તો બીજી તરફ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાય રહયું છે...
રાજયમાં કોરોનાના ઓછા થઇ રહેલાં કેસો વચ્ચે હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ જામી રહયો છે. 2020 થી આખા વિશ્વને કોરોનાએ બાનમાં લીધું છે ત્યારથી તહેવારોની ઉજવણી ફીકકી પડી છે. ભરૂચમાં પણ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે અને તેની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર પણ રાષ્ટ્રધ્વજ તથા તેને સંલગ્ન વસ્તુઓનું વેચાણ શરૂ થઇ ચુકયું છે. શહેરના મુખ્ય માર્ગ પર નાના બાળકો સહિત વેપારીઓ રાષ્ટ્ર ધ્વજના પ્રતિક સમાન ઝંડાનું વેચાણ કરી પોતાનું ઘરનું ગુજરાન કરતા લોકો પણ નજરે પડી રહ્યા છે.