/connect-gujarat/media/post_banners/c8f6c3a2aa4f28efa45a1e51323589f3eb9304025355e96a9a1fc0c5d960287c.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે પુષ્પાજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ભારતાના શિલ્પી સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો. જેમાં સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધીની છબીને કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ પૂષ્પમાળા અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે અરવિંદ દોરાવાલા, શહેર પ્રમુખ વિકી શોખી, વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.