Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વ. અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

X

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે તા. 21 ઓગષ્ટ 1949માં અહેમદ પટેલનો જન્મ થયો હતો. અહેમદ પટેલ 3 વાર લોકસભાના સાંસદ અને 5 વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. અહેમદ પટેલના પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા, અને કોંગ્રેસ નેતા પણ હતા. આજેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહી રાજનીતિ શીખી હતી. ઉલ્લેખની છે કે, કોરોનાના કપરા કાળ દરમ્યાન અહેમદ પટેલનું અકાળે નિધન થયું હતું. સ્વ. અહેમદ પટેલ દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર પણ હતા. ગાંધી પરિવાર તેમને કોંગ્રેસના સંકટમોચક નેતા અને રાજકીય ક્ષેત્રે ચાણક્ય પણ માનતા હતા, ત્યારે આજરોજ સ્વ. અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થકી તેઓને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, જુબેર પટેલ, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરોએ સ્વ. અહેમદ પટેલની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Next Story