ભરૂચ: પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયું

સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓને 45 થી વધુ સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ: પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયું

સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓને 45 થી વધુ સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

પ્રજ્ઞાચક્ષુઓના ઉત્થાન માટે સતત કાર્યરત એવી વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન સેવા સંકલ્પ સમિતી દ્વારા વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી ભરૂચ સિવિલ હોસ્પીટલ સેવા યજ્ઞ સમિતિના કાર્યાલય ખાતે પ્રજ્ઞાચક્ષુઓ આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી 'સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીક' વિતરણ નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન મહિલા વિંઞ સાઉથ ઝોનના મીનાક્ષી શાહ, મેઘાવી શાહ , સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્માર્ટ સ્ટીકનું વિતરણ કર્યું હતું

Latest Stories