/connect-gujarat/media/post_banners/36042108470e3a53f50b04956b7470b9518690124a58a10f35ec0b737e841c2d.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે આરોપીઓની ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલો સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે 4 ચેકપોસ્ટ કાર્યરત કરી દીધી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય.દરમિયાન શનિવારે સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા.
જેઓને ભરૂચ એસ.સો.જી. એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે અટકાવ્યા હતા.સોહેલના ખિસ્સામાંથી 37 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ગાડીમાંથી મોંઘીદાટ દારૂની બોટલ મળી આવી હતી .SOG એ ચરસ, દારૂ-બિયર, 2 મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે