ભરૂચ: SOGએ કસક વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, મહિલા સહિત બે આરોપીની ધરપકડ

SOG એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

New Update
ભરૂચ: SOGએ કસક વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, મહિલા સહિત બે આરોપીની ધરપકડ

ભરુચ એસ.ઑ.જી.એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

Advertisment

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે અને નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપવામાં આવેલ સૂચનાને આધારે ભરુચ એસ.ઑ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને તેઓની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મહંમદપુરાના કરિશ્મા કોમ્પલેક્ષમાં રહેતો જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને ન્યુ કસક નવી નગરીમાં રહેતી શાહીસ્તા અબ્દુલ મુસા અરબ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા કમાવવાના ઇરાદે ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ટ્રોલીબેગો અને બેગપેક બેગમાં સંતાડેલ 20 કિલો 961 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 2.09 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને શાહીસ્તા અબ્દુલ મુસા અરબને ઝડપી પાડી હતી જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુરતના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories