Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,

ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો, ત્યારે બસના ચાલકની સમય સૂચકતાથી 53 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, એકતાનગર (કેવડીયા)થી નવસારી તરફ જઇ રહેલી એસટી. બસને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક અકસ્માત નડતા 53 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઇ જાનહાની નહીં થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે સ્થળ પરથી એસટી. બસના ચાલક તેમજ કંડકટરે જણાવ્યું હતું કે, એકતાનગર (કેવડીયા)થી અંદાજે 53 જેટલા મુસાફરો બેસાડી એસટી. બસ નવસારી તરફ જઇ રહી હતી. તે દરમિયાન ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડી પાસે એક ટ્રકના ચાલકે સિગ્નલ દેખાડ્યા વગર આકસ્મિક ટર્ન લેતા એસટી. બસને અકસ્માત નડ્યો હતો. જોકે, એસટી. બસના ચાલકે ભારે હિંમત દાખવી સ્ટેરીંગ પરનો કાબુ જાળવી રાખ્યો હતો, અને મુસાફરોની સલામતી જાળવવા એસટી. બસને નજીકના ખાડામાં ઉતારી તમામ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. આ સાથે જ સ્થાનિકો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ બચાવ કાર્ય હાથ ધરી નાની મોટી ઇજા પામેલા મુસાફરોને નજીકના દવાખાને પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.

Next Story