Connect Gujarat
ભરૂચ

ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર !

બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.

X

સલામત સવારી એસ.ટી. અમારીના સૂત્ર સાથે દોડતી ગુજરાત એસ.ટી.વિભાગની બસ કેટલી સલામત છે એના દ્રશ્યો જામનગરથી જોવા મળ્યા હતા. જામનગરમાં ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા જો કે બન્ને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો ત્યારે એસ.ટી.બસમાં મુસાફરોની ભયાનક ભીડના દ્રશ્યો ભરૂચથી જોવા મળી રહ્યા છે

સલામત સવારી એસ.ટી.અમારી આ સૂત્ર સાથે ગુજરાતનાં ખૂણે ખૂણે એસ.ટી.બસ દોડે છે અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે એસ.ટી.બસ જાણે જીવાદોરી છે પરંતુ આ બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બનાવમાં બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે હવે દ્રશ્યો જુઓ... આ દ્રશ્યો ભરૂચ એસ.ટી.ડેપોના છે..ભરૂચ એસ.ટી.ડેપો મુસાફરોથી ભરચક તો દેખાઈ જ રહયું છે પરંતુ બસમાં પણ ક્ષમતા કરતા વધારે મુસાફરો સવાર થઈ રહ્યા છે બસમાં જગ્યા મેળવવા માટે જાણે પડાપડી કરી રહ્યા છે ત્યારે એસ.ટી.બસની આ સવારી કેટલી સલામત છે એના પર પણ એક પ્રશ્નાર્થ છે

ખાસ કરીને ભરૂચથી જંબુસર જતા રુટની મોટાભાગની તમામ બસની હાલત કઈક આવી જ છે. 56 સીટની બસમાં 100 મુસાફરો મુસાફરી કરતા હોવાનું જોવા મળ્યું છે. મુસાફરો કહી રહ્યા છે કે એસ.ટી.બસ નિયમિત આવતી નથી અને આવી જાય તો પણ અંદર મુસાફરો જ એટલા હોય કે જીવના જોખમે પણ તેઓએ મુસાફરી કરવી પડે છે ત્યારે બસની ફ્રિકવન્સી વધારવાની માંગ મુસાફરો પણ કરી રહ્યા છે. આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ કે હાલ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં બસના રૂટ વધારવાનું આયોજન ચાલી રહયું છે

Next Story