ભરૂચ: નર્મદા મૈયા બ્રીજ પરથી પત્ની સામે જ મોતની છલાંગ લગાવનાર વ્યક્તિનો ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા

New Update
ભરૂચ: નર્મદા મૈયા બ્રીજ પરથી પત્ની સામે જ મોતની છલાંગ લગાવનાર વ્યક્તિનો ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

ભરૂચમાં સંબંધીને ત્યાં દુઃખદ પ્રસંગમાં આવેલા દંપતી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ચાલકે પોતાની બાઈક રોકી પત્નીની નજર સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જેનો મૃતદેહ ચાર દિવસ બાદ મકત્તમપુરના નર્મદા નદીના કાંઠા પરથી મળી આવ્યો છે

Advertisment

અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાની મોટર સાયકલ સાથે પોતાની પત્નીને લઈને પરત અંકલેશ્વર જીતાલી ગામ જઈ રહ્યા હતા તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી વેળા મોટરસાયકલ ચાલકે પોતાની મોટર સાયકલ રોકી લઘુ શંકા કરવાના બહાને નર્મદા નદીના બ્રિજ ઉપરથી જ પત્નીની નજર સામે જ મોતની છલાંગ લગાવી હતી અને પત્નીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનારની સતત ચાર દિવસથી શોધખોળ બાદ મકતમપુરના નર્મદા નદીના કાંઠેથી તેનો મૃત્યુ મળી આવતા તેનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસે પણ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે

Advertisment