/connect-gujarat/media/post_banners/b0b430a6f49b97f53f79db472586523412e73b5b9536cedcabef37fdc96745fb.jpg)
ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પલેક્ષમાં યુવતીની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના અલીફા પાર્કમાં રહેતા ફતેસિંહ રાયસિંહ રાણાનું અન્ય મકાન ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પ્લેક્ષમાં છે. જેઓએ ગત તારીખ-4 જાન્યુઆરીના રોજ યાસીન શેખના સંબંધી અને મહારાષ્ટ્રના ખારધર મહાત્રે બિલ્ડીંગ વિહેજમાં રહેતા અલી હુસેન શાકીર મંડલને ભાડે આપ્યું હતું. જે શખ્સ એક યુવતી સાથે ભાડુઆત તરીકે રહેતો હતો. આ વચ્ચે ગત તારીખ-19મી જાન્યુઆરીના રોજ મકાન માલિક ગેસનું મીટર બદલવાનું હોવાથી ત્યાં ગયા હતા. જ્યાં તાળું લગાવેલું હોવાથી તેઓએ ભાડુઆતને ફોન કરતા તે અને યાસીન શેખે ફોન ઉપાડ્યો ન હતો. જેથી મકાન માલિકે તાળું તોડી અંદર પ્રવેશ કરતા મકાન અંદરના બેડરૂમમાંથી દૂર્ગધ આવી રહી હતી. જેથી તેઓ જોવા જતા પલંગ નીચે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ આ અંગેની જાણ તેઓએ બી ડીવીઝન પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.