ભરૂચ : ઉમલ્લાના ખેડૂતે ઝઘડીયા તાલુકાને અપાવ્યું ગૌરવ, વિદેશમાં કર્યા કેળાં એક્સપોર્ટ...

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ભરૂચ : ઉમલ્લાના ખેડૂતે ઝઘડીયા તાલુકાને અપાવ્યું ગૌરવ, વિદેશમાં કર્યા કેળાં એક્સપોર્ટ...
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટનો જથ્થો યુ.કે. લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ કરી માહિતી આપી હતી. ત્યારબાદ હવે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત જનક પટેલે પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું, અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળને ઉછેર્યા હતા. કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્ષપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા દેશમાં એક્સપોર્ટ કરી ઝઘડીયા તાલુકાને ગૌરવ અપાવ્યું છે. આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાઝે 30થી 35 કિલો જેટલું છે, અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાઝે 20 લાખ રૂપિયાની આવક થશે. ઝઘડીયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

#bananas #taluka #Farmer #CGNews #Umalla #Gujarat #Bharuch #pride #abroad #exported
Here are a few more articles:
Read the Next Article