/connect-gujarat/media/post_banners/c543f7c93b2a3149e580cf51a5fb82a190c85bb3b16c227d3f049bc50a601d18.jpg)
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ભરૂચ તાલુકાનાં ત્રલાસા ગામે પહોંચી હતી જો કે ગામ ખાલીખમ જોવા મળ્યું હતું ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અકળાયા હતા અને વાણી વિલાસ કર્યો હતો તેઓએ ભાજપના ધારાસભ્ય ગુંડા અને અસામાજિક તત્વ હોવાનું નિવેદન કરી દીધું હતું
કોરોનાકાળ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયું છે. દરેક રાજકીય પક્ષે પ્રિ ઇલેકશન એક્ટિવિટી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા શરૂ કરી છે. આ યાત્રા આજરોજ ભરૂચ તાલુકાનાં ત્રાલસા ગામે પહોંચી હતી. યાત્રા ગામમાં પહોંચતા જ આપના નેતાઓ અવાચક રહી ગયા હતા કારણ કે નેતાઓને મળવા ગામના માત્ર ગણ્યા ગાંઠયા જ લોકો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અકળાયા ઉઠ્યા હતા અને તેઓએ કાર્યકરોને સંબોધન કરતા ન બોલવાનું બોલી ગયા હતા. ગોપાલ ઇટાલીયાએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે આપની યાત્રા ગામમાં આવવાની હોય ભાજપના સ્થાનિક ગુંડા અસમાજિક ધારાસભ્યએ બસ મોકલી 200 લોકોને પ્રવાસે રવાના કરી દીધા હતા ત્યારે તેઓએ કહ્યું કહતું કે ભાજપના દિવસો ભરાય ગયા છે.આપની સરકાર બનતા જ જેલમાં જવાનો વારો આવશે
ભાજપના ધારાસભ્યને ગુંડા કહેવા બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા વાગરાના ધારાસભ્યનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે આપના અધ્યક્ષે જે વાણી વિલાસ કર્યો છે આવું નિવેદન દુખદ છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરે છે.
આ સમગ્ર વિવાદ બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા કોંગ્રેસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. કાંકેટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપના ધારાસભ્ય અંગે કરાયેલ નિવેદનને વખોડયું હતું અને જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી બોખલાય ગઈ છે માટે નેતાઓ આ પ્રકારના નિવેદનો કરે છે