ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

New Update
ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું

અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે આ માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગણીને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના પૂર્વ તૈયારીની ગ્રાન્ટમાંથી 23 લાખના ખર્ચે અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગનું રિકાર્પેટિંગ કરવા મંજૂરી મળી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે બાદ શહેરના અન્ય માર્ગનોનું પણ 65 લાખના ખર્ચે રિકાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને સ્થાનિક દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.