Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના અનેક ગામોમાં ઉગેલા પાકના પાનમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો પરેશાન

ભરૂચના આમોદ તાલુકાના અનોર સહિત આસપાસના ગામના ખેડૂતોનો હજારો હેકટર ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

X

ભરૂચના આમોદ તાલુકાના અનોર સહિત આસપાસના ગામના ખેડૂતોનો હજારો હેકટર ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં ખેતીના પાકોમાં વિકૃતિ આવવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને લઈને ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઇ છે. અનેક ગામની સીમમાં ચાલુ વર્ષે ઉભા પાકના પાનમાં તેમજ વૃક્ષોમાં વિકૃતિ આવતા ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. ઉદ્યોગો દ્ધારા નિયત માત્રા કરતા વધુ પ્રમાણમાં પ્રદુષણ ઓકવામાં આવતા તેની વ્યાપક અસર માનવ સ્વાસ્થય સાથે ખેતી પાકોને પણ થઈ રહી છે. જેમાં અંતે નુકશાન તો જગતના તાતને જ થાય છે. વાગરા, આમોદ તાલુકાના અનેક ગામમાં છેલ્લા દશ વર્ષથી કપાસ તેમજ અન્ય પાકો અને વૃક્ષોના પાનમાં આવતી વિકૃતિનો સામનો કરવા સાથે આર્થિક નુકશાન વેઠી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દેશ-વિદેશીની મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ આવેલી છે. જેમાં કંપનીઓના રસાયણિક પદુષણના હુમલાથી ખેડૂતોનો મહામૂલી ઉભા પાક નિષ્ફર જવાની દેહશત ઊભી થઈ છે. વાગરા તાલુકાને અડીને આમોદ તાલુકાના અનેક ગામ આવેલ છે જેમાં અનોર ગામ તેમજ આસપાસના ગામની ખેતીનો ઉભો પાક નિષ્ફર થઈ જવા પામ્યો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જે સંદર્ભે અનોર ગામના સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત પ્રદેશના પ્રમુખ જયેશ પટેલ તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખમ હેન્દ્રસિંહ કરમડીયાના અધ્યક્ષ સ્થાને સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ આગામી રણનીતિ નક્કી કરવાના હેતુથી મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. સમગ્ર મિટિંગમાં ખેડૂતો મોટુ આંદોલન કરવાના મૂડમાં જોવાં મળ્યા હતા.

Next Story