ભરૂચ:આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાનો પગાર કાપી લેતાં હડતાળની ચીમકી

આમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

New Update
ભરૂચ:આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાનો પગાર કાપી લેતાં હડતાળની ચીમકી

ભરૂચની આમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

ભરૂચની આમોદ પાલિકાના સફાઈ કામદારો તેમજ કર્મચારીઓનો રજાનો પગાર કપાત કરી લેતા કર્મચારીઓએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારી,એકાઉન્ટન્ટ તેમજ પ્રમુખને આવેદનપત્ર આપી યોગ્ય નિરાકરણ નહી આવે તો હડતાળ કરવાની ચીમકી આપી હતી. અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘ આમોદ શાખાના પ્રતિનિધિઓએ આમોદ પાલિકાના સફાઈ કામદારો તેમજ પાલિકાના અન્ય કર્મચારીઓ પાલિકા પ્રમુખને રૂબરૂ મુલાકાત કરતા કર્મચારીઓના પગાર કપાત બાબતે સંતોષકારક જવાબ નહી મળતા વર્ષો જૂની પ્રથાને મિટાવવા બાબતે તેમજ સામાન્ય સભાના ઠરાવને અવગણી રજાઓનો પગાર કાપી લેવામાં આવતા પાલિકા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Latest Stories